loader image
Inauguration of Medical College

ઘણા લાંબા સમયથી અમરેલી જીલ્લો જેની આતુરતાથી રાહ જોતો હતો તે પ્રસંગ આજે તા. ૧/૮/૨૦૧૯ ના રોજ આવ્યો હતો. આજે અમરેલી સ્થિત શાંતાબા મેડીકલ કોલેજ ની પ્રથમ બેંચ ના પ્રથમ દિવસ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. ગજેરા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વસંત ગજેરા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ માં પ્રથમ બેંચ ના વિદ્યાર્થીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના ઉદ્દઘાટક નું સ્થાન અમરેલી જીલ્લાના કલેકટર તેમજ ડી. ડી. ઓ શ્રી પાડલીયા સાહેબે શોભાવ્યું હતું, આમંત્રિત વિશેષ શ્રી ઓ, શ્રી નીતિનભાઈ ગજેરા, શ્રી ચતુરભાઈ ખૂંટ, શ્રી મનસુખભાઇ ધાનાણી, શ્રી પિન્ટુભાઈ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ માં મેડીકલ કોલેજ વતી સીવીલ સર્જન તથા સીવીલ સુપ્રિટેન્ડ ડો. પંડ્યાસાહેબ, તથા મેડીકલ કોલેજ ના ડીન ડો. વિઠલાણીસાહેબ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં સમસ્ત અમરેલીના દરેક સમાજના આગેવાનો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.